Love Like Haven

પ્રેમમાં પડવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે...!


આપણે બધા જાણીએ છીએ કે પ્રેમમાં પડવાથી કયા સ્વર્ગની અનુભૂતિ થાય છે. પણ તે શરીરને માટે શું કરી શકે ? તે વધારે રસપ્રદ બાબત છે કોઈની સાથે પ્રેમમાં હોવું એ સ્વાસ્થ્ય માટે સોનેરી વાત છે આ માટેના ખાસ કારણો જુઓ.

* તે જીવવાના દિવસો વધારે છે.
જ્યારે કોઈ મજાક કરેકે લગ્ન કરવાથી જીવન અસ્તવ્યસ્ત થઈ જશે તે ખોટું સાબિત થઈ જશે. સંશોધકોના રિસર્ચ મુજબ પરણેલા લોકોનું જીવન લાંબુ હોય છે. તેઓ સામાન્ય માણસ કરતાં વધારે દિવસ જીવન જીવી શકે છે. જેનું મુખ્ય કારણ એ છે કે લાંબા સમયના રિલેશનશીપના કારણે સ્ટ્રેસ ઓછો થાય છે. સ્વાસ્થ્યના જોખમો ઘટે છે ઉપરાંત તેઓ વધારે હરતા ફરતા અને ખાતાપીતા હોય છે જ્યારે એકલા માણસમાં આ ક્રિયાઓ જોવા મળતી નથી પણ આ માટે એક સળંગ અને લાંબા ગાળાની રિલેશનશીપ હોવી જરૃરી છે.

* તે સ્વાસ્થ્યને સંપૂર્ણ રીતે વધારે છે.
પ્રેમમાં હોવાની સ્વાસ્થ્યને લગતા તમામ પ્રકારના રોગો કે જેમાં કેન્સર, ઉંચુ બ્લડપ્રેશર, ડિપ્રેશન વગેરેનો સમાવેશ થાય છે. સ્ટ્રેસ ઘટવાના કારણે તમારી સ્વસ્થ્ય શક્તિની સિસ્ટમ વધારે મજબૂત બની કામ કરે છે. ઉપરાંત અઠવાડિયામા એક વાર Sex કરવાથી તમારામાં 'ઇમ્યુનોગ્લોબુલિન'નું પ્રમાણ વધારે છે જે ઠંડી અને અન્ય જીવાણુઓથી બચાવે છે.

* વધારાની કેલરી ઘટાડવામાં મદદ કરે છે
અડધો કલાકના સેક્સ દરમિયાન ૧૦૦થી ૨૦૦ કેલરી ઘટાડે છે જે વ્યક્તિની ઉત્સુકતા પર આધાર રાખે છે. છતાં ફક્ત ૨૦ મિનિટના સહવાસથી પણ ૬૦ કેલરી ઘટી શકે છે. પહેલી જ વારમાં તેની અસર ના પણ દેખાય, પરંતુ અમુક સમયના નિયમિત અંતરે આમ કરવાથી એક નવો જ આનંદ આજે અનુભવ થાય છે.

* ગળે લાગવું એ વોર્મ આપવા કરતા પણ વધારે કામ કરે છે.
સારી રીતે ગળે લાગવું કોને ના ગમે ? તમારા મનપસંદ સાથી સાથે ગળે લાગવાથી, સ્પર્શ કરવાથી, હાથમાં હાથ લેવાથી શરીરને સારો અનુભવ કરાવતા હોર્મોન 'ઓક્સિટોસિન' વધે છે. વધારે ઉંડાણપૂર્વક જોઈએ તો બ્લડપ્રેશર જાળવવામાં મદદ કરે છે. આથી જ્યારે તમે તમારી આંગળી કાપી લો કે માથાનો દુઃખાવો થાય ત્યારે તમારા સાથીને ગળે લાગવું.

* શરીરનું Circulation સુધરશે
તમે બન્ને સાથે હોવ ત્યારે ફક્ત લોહીની હેરફેર નથી સુધારતું પણ સંશોધન કહે છે કે, કોઈનાથી આકર્ષિત થઈને પેટમાં પતંગિયા ખીલે છે અને અંગોની કાર્યક્ષમતા સુધરે છે. સેક્સ્યુઅલ આકર્ષણ લોહીની હેરફેર સાથે જોડાયેલ અગત્યની બાબત છે. સાબિતી એ છે કે છોકરા- છોકરીના પ્રેમમાં મળવાના કારણે હૃદયના ધબકારાઓ રેસની જેમ દોડતા થઈ જાય છે તમારામાં રહેલો વધારાનો ઓક્સિજન તમારા હૃદયને સારી સ્થિતિમાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં મેટાબોલીઝમ વધારવામાં અને તમારી ત્વચાને નિખારવામાં મદદ કરે છે.

* તમે વધારે સારા દેખાવ છો.
પ્રેમમાં હોવાની વાત તમે વધારે સારા દેખાવ છો. ખરેખર એક ભૌતિક પુરાવા મુજબ પ્રેમ તમારી સ્પોટક્રીમ, બ્લશર અને અન્ય રાસાયણિક સાધનોનો ઉપયોગ ઘટાડે છે.
સેક્સ દરમિયાન આપણું શરીર 'ઓએસ્ટ્રોજીન' ઉત્પન્ન કરે છે જે હોર્મોન લેવલ અને આત્મવિશ્વાસનું પ્રમાણ જાળવવામા ઉપયોગી છે. ઉપરાંત વાળની ચમક વધારવા અને ચળકતા ગાલ રાખવામાં પણ મદદ કરે છે.

* દબાણની સ્થિતિમાં પણ ઠંડા રહી શકો.
સંશોધન સલાહ આપે છે કે, નર્વની રચના એ પ્રકારની છે કે લાંબા ગાળે તમે દબાણની સ્થિતિમાં પણ સારી રીતે ઉભા રહી શકો. પ્લેનમાંથી કૂદવા બરાબર છે, થોડો સમય ડર લાગે પણ પગ જમીન પર આવી જાય ત્યારે જેટલી ખુશી થાય તેવો અનુભવ થાય છે.



Comments

Popular posts from this blog

Be Aware from this reservation Drama

As a coder my worst nightmare

Love Is Not blind Love Make You Blind