Love Is Not blind Love Make You Blind
પ્રેમની અભિવ્યકિત કરવી સરળ પરંતુ પામવો અઘરો છે...
- કોલેજ લાઇફ એવી છે કે પ્રેમમાં પડયા વગર રહી શકાતું નથી- પ્રેમ પડયા પછી સમજદારી રાખવી જરૃરી છે
કોલેજ લાઇફ એવી છે કે પ્રેમમાં પડયા વગર રહી શકાતું નથી. પ્રેમ પડયા પછી સમજદારી રાખવી જરૃરી છે. આજના સમયમાં પ્રેમની અભિવ્યકિત કરવાની બાબત સરળ બની રહી છે. કેટલીક વખત બોયઝ અથવા ગર્લ એકબીજાને લવ કરતા હોવા છતાં અભિવ્યકિત કરી શકતા ન હોય ત્યારે મેસેજ કે ફેસબુક, વોટસએપના દ્વારા ચેટિંગ કરીને પ્રોપઝ કરતા હોય છે. ઘણી વખત છોકરો- છોકરી એકબીજાને માત્ર નજર જોતા હોય છે પરંતુ પ્રપોઝ કરવાની હિંમત ન હોય ત્યારે સોશ્યલ મીડિયા ખૂબ જ મદદરૃપ થાય છે. હું કોલેજમાં આવ્યો ત્યારે મારા કલાસની છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો પરંતુ દરરોજ પ્રપોઝ કરવાની હિંમત થતી ન હતી. આજ પ્રપોઝ કરું, આવતીકાલે પ્રોપઝ કરું તેમાં છ મહિના જતાં રહ્યા અને એની સગાઇ થઇ ગયી
પ્રેમની અભિવ્યકિત કરવામાં સરળતા રહે છે
પ્રેમની અભિવ્યકિત કરવા માટે પ્રેમ પત્રો લખવામાં આવતા હતા. કેટલીક વખત પ્રેમનો એકરાર કરવામાં વરસો નીકળી જતા હોય છે. ટેકનોલોજીનાં સમયમાં પ્રેમની અભિવ્યકિત કરવામાં માટે સોશ્યલ મીડિયા ખુબ ઉપયોગ સાબિત થાય છે. વોટસઅપ, ફેસબુક,મેસેજ દ્વારા પ્રેમની અભિવ્યકિત કરવામાં સરળતા રહે છે
Comments
Post a Comment